- Home
- Gujarati Videos
- Entertainment
- different style pre wedding video shoot by kishan chavda
રાજકોટના આહિર કપલે કરાવ્યું હટકે પ્રિ-વેડિંગ શૂટ, ટ્રે઼ડિશનલ આઉટફિટમાં પાડ્યો વટ
21K views
અત્યારે યુવાઓમાં પ્રિ-વેડિંગ ફોટો અને વીડિયો શૂટિંગનો ક્રેઝ વધુ જોવા મળે છે. ત્યારે રાજકોટમાં રહેતા કિશન અને બંસી ચાવડાએ પ્રિ-વેડિંગ વીડિયો શૂટિંગ કરાવી તેમના જીવનની યાદગાર ક્ષણો કૅમેરામાં કંડારી હતી. કિશન બી.કૉમનો અભ્યાસ પૂરો કરી છેલ્લા એક વર્ષથી અત્યારે હૉટેલનો બિઝનેસ સંભાળે છે અને કિશનના પત્ની બંસી અત્યારે BBAનો અભ્યાસ કરે છે. આ પ્રિ-વેડિંગનું શૂટિંગ ઈશ્વરિયા પોસ્ટ, ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ અને ધી હૅરિટેજ પૅલેસ હૉટેલ એન્ડ રિસોર્ટ;માં કરાયું છે.