મુંબઈ / ‘છપાક’ની સફળતા માટે દીપિકા પાદુકોણ પહોંચી સિદ્ધિ વિનાયક મંદિર

Jan 10,2020 2:46 PM IST

ફિલ્મ ‘છપાક’; 10 જાન્યૂઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ત્યારે ફિલ્મની રિલીઝ પહેલા એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી. અને ફિલ્મની સફળતા માટે બાપાને પ્રાર્થના કરી હતી. એક પ્રોડ્યુસર તરીકે પણ દીપિકાની આ પહેલી ફિલ્મ છે. જેથી દીપિકાને ફિલ્મથી ખુબ આશા છે. અને તે ફળે તે માટે તેણે બાપાના શરણોમાં માથુ ટેકવ્યું હતું.