ગ્લેમરસ / ઈન્ડો-હૉલિવૂડ ફિલ્મથી ડેબ્યૂ કરશે હિના ખાન, તીર-કામઠા સાથે ન્યૂ લૂકમાં છવાઈ

Sep 11,2019 6:50 PM IST

ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ મનાતી હિના ખાન બહુ જલ્દી ફિલ્મી દુનિયામાં પગલા માંડવા જઈ રહી છે. ફિલ્મ Country Of Blindથી હિના ડેબ્યૂ કરશે. આ એક ઈન્ડો હૉલિવૂડ ફિલ્મ છે. જેના લૂકના ફોટોઝ હિનાએ શેર કર્યા છે. ફોટોઝમાં હિના તીર-કામઠા અને વુલન કોસ્ચ્યુમમાં જોવા મળે છે. ફિલ્મમાં હિના એક બ્લાઇન્ડ યુવતીની ભૂમિકામાં છે.