કાન્સ / શું છે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ? જેમાં આ વર્ષે ડેબ્યૂ કરશે ટીવી એક્ટ્રેસ હિના ખાન

May 14,2019 1:05 PM IST

ફેશન જગતમાં જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ આજથી થશે. 2019 કાન્સના સૌથી ઈન્ટરેસ્ટિંગ એન્ડ હોટ ન્યૂઝ એ છે કે આ વખતે ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન પહેલીવખત કાન્સમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તો તમે પણ જાણી લો શું છે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ? જે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચે છે. ફ્રાન્સમાં એક ફેમસ રિસોર્ટ સીટી છે જેનું નામ કાન્સ છે. આ ફિલ્મ ફેસ્ટિવલ કાન્સમાં જ આયોજિત થાય છે એટલે તેનું નામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. પહેલા તેને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કહેવામાં આવતો. આ ફિલ્મ ફેસ્ટિવલ 11 દિવસનો હોય છે જેમાં દુનિયાભરની ફિલ્મ્સ અને ડૉક્યુમેન્ટ્રીઝ રિલીઝ કરવામાં આવે છે. આ ફેસ્ટિવલની એક જ્યૂરી હોય છે જે આ ફિલ્મ્સ સિલેક્ટ કરીને તેને એવોર્ડ આપે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઈન્ટરનેશનલ ફિલ્મ જગતનો સૌથી મોટો ફેસ્ટિવલ ગણાય છે. આ વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી 25 મે સુધી ચાલશે. ભારતીય સેલેબ્સની વાત કરવામાં આવે તો આ વર્ષે સોનમ કપૂર આહૂજા, દીપિકા પાદુકોણ, એશ્વર્યા રાય બચ્ચન, કંગના રનૌટ, હિના ખાન અને હુમા કુરેશી કાન્સમાં ભાગ લેશે. દુરભાગ્યવશ આ વર્ષે કોઈ પણ ઈન્ડિયન ફિલ્મ કાન્સ માટે સિલેક્ટ થઈ નથી. પણ હિના ખાનની બૉલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઇન્સને કાન્સમાં લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલ લગભગ દર વર્ષે મે મહિનામાં જ આયોજીત થાય છે. સૌથી પહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 20 સપ્ટેમ્બર 1946માં થયો હતો. તે વખતે 21 દેશોએ પોત-પોતાની ફિલ્મ્સ કાન્સમાં પ્રેઝન્ટ કરી હતી. અને આજ સુધી એ સિલસિલો ચાલુ જ છે