OMG / શ્રીસંત કે રશ્મિ નહીં, આ છે બિગ બોસમાં અત્યાર સુધીની સૌથી વધુ ફી લેનારા કન્ટેસ્ટન્ટ્સ

Jan 10,2020 3:53 PM IST

કલર્સ ટીવી પર આવતો રિયાલિટી શૉ બિગબોસ એક એવો શૉ છે જેને દમદાર અને ઈન્ટેરેસ્ટિંગ બનાવવા કન્ટેસ્ટન્ટ્સને ભારે ભરખમ રકમ ઓફર કરવામાં આવે છે. અને એટલે જ દર સિઝનમાં કોણ કેટલા વધુ પૈસા લઇને શૉમાં એન્ટ્રી કરશે તેની ક્યુરિયોસીટી દર્શકોને પણ એટલી જ હોય છે. આજે આપણે બિગ બોસમાં આવતા અત્યાર સુધીના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ્સ વિશે વાત કરીશું. સિઝન 13 એટલે કે હાલની સિઝનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર રાજનૈતિક વિશ્લેષક તહસિન પૂનાવાલાને વિકના 21 લાખ રૂપિયા ઓફર કરાયા હતા. જોકે તહસીનની ગેમ બહુ લાંબો સમય ન ચાલતા તેને બહુ જલ્દી બિગ બોસ હાઉસમાંથી બહાર જવુ પડ્યું હતુ. તહસિન બાદ આ સિઝનમાં સૌથી વધુ ફી વસુલ કરનાર ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ છે, ઓફિશિયલી તેની ફી કેટલી છે તે હજુ બહાર આવ્યુ નથી. બિગ બોસ 12ના રનરઅપ રહી ચૂકેલા એક્સ ક્રિકેટર શ્રીસંતે બિગ બોસમાં આવવા મસમોટી ફી લીધી હતી. શ્રીસંતને દરેક સિઝન માટે અપ્રોચ કરાયો હતો પરંતુ તે રાજી ન થતાં અંતે 12મી સિઝનમાં વિકના 50 લાખ રૂપિયા નક્કી કરી તેને એન્ટ્રી અપાઈ હતી. ટીવી એક્ટ્રેસ હિના ખાન બિગ બોસ 11ની સેકન્ડ રનરઅપ રહી હતી. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી સિઝનને વધુ ગ્લેમરસ અને ઈન્ટેરેસ્ટિંગ બનાવી હતી. હિનાને દર વિકના 8 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. બિગ બોસ 9માં આવવા માટે રિમિ સેને 2 કરોડ રૂપિયાની અધધ ફી વસૂલી હતી. જે શૉની પ્રાઇઝ મની કરતા 4 ગણી વધુ હતી. એક્ટ્રેસ રિમી સેને શોમાં આવતાની સાથે જ બહાર જવાની ડિમાન્ડ કરી હતી. હોલિવૂડ સેલિબ્રિટી પામેલા એન્ડરસન બિગ બૉસ 4માં જોવા મળી હતી. પામેલાએ માત્ર 3 દિવસ બિગ બોસ હાઉસમાં રહેવાના અઢી કરોડ રૂપિયા લીધા હતા. જે શૉની પ્રાઇઝ મનીથી 5 ગણા વધુ હતા. ફેમસ રેસલર ખલીએ બિગ બોસ 4માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. આ માટે ખલીને દર વિકના 50 લાખ રૂપિયા અપાયા હતા. તે પૂરા 11 વીક આ ઘરમાં રહ્યો હતો. અને 5.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રકમ અત્યાર સુધીના કોઈ કન્ટેસ્ટન્ટની હાઇએસ્ટ ફીઝ મનાય છે. હવે તમે માનશો કે બિગ બોસની દર વર્ષે આટલી રાહ કેમ જોવામાં આવે છે. અને તેમાં પણ ક્યા કન્ટેસ્ટન્ટ આવશે અને કોણ કેટલી ફી વસૂલશે તેની ક્યુરિયોસિટી દર્શકોમાં કેમ વધુ હોય છે.