પાર્ટી લૂક / અર્પિતાને પસંદ ન આવ્યો થનારી ભાભીનો બોલ્ડ લૂક, જ્યોર્જિયાને દુપટ્ટો નીચે રાખવા કહ્યું

Jun 11,2019 2:52 PM IST

હાલમાં જ ઈદ પર યોજાનારી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બૉલિવૂડ જગતની તમામ હસ્તીઓ જોવા મળી. જ્યાં સલમાન ખાનનો પણ પૂરો પરિવાર આવ્યો હતો. અહીં અરબાઝ સાથે દરેક જગ્યાએ સાથે જોવા મળતી તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ આવી હતી. જ્યોર્જિયાએ ઓફ વ્હાઈટ ડીપ નેક લહેંગા પહેર્યો હતો. જેમાં તે બેહદ ગ્લેમરસ લાગતી હતી. પરંતુ નણંદ અર્પિતાને તેનો આ લૂક કંઇક ખાસ પસંદ ન આવ્યો અને તેણે જ્યોર્જિયાને ધીમેથી દુપટ્ટો નીચે રાખવા જણાવ્યુ. જે બાદ જ્યોર્જિયાએ પણ દુપટ્ટો નીચે ઉતાર્યો અને પૂરી પાર્ટીમાં તેવી જ રીતે મહેમાનોને મળતી રહી. અર્પિતા ખાન પરિવારના દરેક સભ્યોની નજીક છે એવામાં તે પરિવારના સભ્યો જ નહીં પણ પરિવારથી કનેક્ટ થનારા લોકોનું પણ એટલુ જ ધ્યાન રાખે છે.