• Home
  • Gujarati Videos
  • Entertainment
  • શું વિરાટ કોહલીના લીધે અનુષ્કા છોડી રહી છે બૉલિવૂડ?anushka-sharma-may-leave-bollywood-because-of-virat-kohli-rumours

બૉલિવૂડથી દૂરી / શું વિરાટ કોહલીના લીધે અનુષ્કા છોડી રહી છે બૉલિવૂડ?

Apr 16,2019 11:48 AM IST

બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ઝીરોની રિલીઝ બાદ ફિલ્મી પડદાથી ગાયબ છે. ઝીરો બાદ અનુષ્કાએ કોઈ નવો પ્રોજેક્ટ નતો સાઇન કર્યો છે કે નતો કોઈ ફિલ્મ સાથે તેનું નામ જોડાયુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ અનુષ્કા બૉલિવૂડ છોડવાનો પ્લાન કરી રહી છે. અને તેની પાછળનું કારણ કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ ઈચ્છે છે કે અનુષ્કા વધુમાં વધુ સમય તેના પરિવાર સાથે વીતાવે. કેટલીક અફવાઓ તો એવી પણ છે કે અનુષ્કા પ્રેગ્નેન્ટ છે પરંતુ આ વાતમાં કોઈ તથ્ય સામે આવ્યુ નથી. હાલ અનુષ્કા બૉલિવૂડ પાર્ટી અને ઈવેન્ટ્સથી પણ દૂરી બનાવી રહી છે. તે વધુને વધુ સમય પતિ સાથે હોલિડે પર કે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિરાટને ચિયર કરતી જોવા મળે છે. તો અનુષ્કા પાસે હાલ કોઈ નવા ફિલ્મી પ્રોજેક્ટ હોવાની ઓફિશિયલ જાણકારી પણ નથી. હા, શેખર કપૂરની પાણી અને સંજય લીલા ભણસાળીની અનામ ફિલ્મમાં અનુષ્કાના કામ કરવાની ચર્ચા છે. પરંતુ આ વાત પર નતો અનુષ્કાએ કોઈ પુષ્ટી આપી છે કે ન તો ડિરેક્ટર્સે કોઈ ખાતરી આપી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કાની પરી, સંજૂ, સુઈ ધાગા અને ઝીરો રિલીઝ થઈ. જેમાં સંજૂને બાદ કરતા એક પણ ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ ખાસ ઉકાળી શકી નથી. આ બધા કારણોને જોતા અનુષ્કાના બૉલિવૂડને બાયબાય કહેવાની વાત સાચી પણ હોઈ શકે છે.