નિધન / ફેશન જગતનો સિતારો ઓલવાઈ જતાં બૉલિવૂડ રડી પડ્યું, અનુષ્કાએ લખી ઈમોશનલ પોસ્ટ

Feb 14,2020 3:45 PM IST

ફેશન જગતમાં જાણીતું નામ ગણાતા ફેશન ડિઝાઇનર વેંડેલ રૉડ્રિક્સનું બુધવારે ગોવામાં નિધન થઈ ગયું..59 વર્ષીય રૉડ્રિક્સના નિધન પર બૉલિવૂડની ઘણી હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું. રૉડ્રિક્સ છેલ્લાં કેટલાંક સમયથી ગોવામાં પોતાના કોસ્ચ્યુમ મ્યૂઝિયમને બનાવવાની તૈયારીમાં લાગેલા હતા. ત્રણ દિવસ પહેલા જ તેમણે મ્યૂઝિયમની તૈયારી વિશે પોતાની અંતિમ પોસ્ટ લખી હતી. તેમણે લખ્યુ હતુ કે ગોવાનું આ મ્યૂઝિયમ દેશનું પહેલું કોસ્ચ્યુમ મ્યૂઝિયમ હશે. રોડ્રિક્સના નિધન બાદ અનુષ્કા શર્મા, મલાઇકા અરોડા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. અનુષ્કાએ રોડ્રિક્સ સાથેની એક તસવીર શેર કરતા લખ્યું હતુ કે 18 વર્ષની ઉંમરમાં રોડ્રિક્સે તેને બેંગાલુરૂના એક ફેશન શૉમાં જોઈ હતી અને મુંબઈના શૉમાં ચાન્સ આપ્યો હતો. વેંડેલ રૉડ્રિક્સ એલજીબીટી એક્ટિવિસ્ટ હતા અને સમલૈંગિકોના અધિકારો માટે હમેશા લડતા હતા. થોડા સમય પહેલા જ રોડ્રિક્સ પ્રિયંકા ચોપડાએ ગ્રેમી એવોર્ડમાં પહેરેલા ડ્રેસ પર કમેન્ટ કરતા ચર્ચામાં આવ્યા હતા. ટ્વિટર પર તે બૉડી શેમિંગ પર ટ્રોલ થયા હતા. બાદમાં તેમણે સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે તેમણે પ્રિયંકાની બૉડી માટે કંઈ નથી કહ્યુ પણ તેના ડ્રેસ પર પોતાની રાય આપી છે. રૉડ્રિક્સે લખ્યું હતુ કે દરેક કપડા પહેરવાની એક ઉંમર હોય છે.