ગ્રાન્ડ એન્ટ્રી / બૉલિવૂડની તમામ બાલાઓ પર ભારે પડી એશ્વર્યા રાય, ગોલ્ડન ગાઉનમાં રેડ કાર્પેટ પર ચાલી

May 20,2019 12:13 PM IST

ફ્રાન્સના કાન્સમાં ચાલી રહેલા ’;કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’;માં ઐશ્વર્યા રાયે આ વર્ષનું પહેલું રેડ કાર્પેટ વોક કર્યું છે. ઐશ્વર્યા રાય આ વર્ષે પણ તેની દીકરી આરાધ્યા સાથે ગઈ છે. ઐશ્વર્યાએ રવિવારે મોડી સાંજે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી. તેણે ડિઝાઈનર Jean-Louis Sabajiનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. ઐશ્વર્યા રાયે Boucheron બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી. તે ‘LOreal ઇન્ડિયા’;ને રેપ્રેઝન્ટ કરી રહી છે. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’; એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.