મુંબઈ / દુર્ગા પૂજા કરવા પંડાલમાં જાજરમાન થઈને આવી રાની મુખર્જી

Oct 06,2019 11:08 AM IST

દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્ટ્રેસ રાની મુખર્જી દુર્ગા પૂજા પંડાલમાં પહોંચી હતી. મુંબઈના આ પંડાલમાં રાની મુખર્જીનો સ્ટનિંગ અવતાર જોવા મળ્યો હતો. રાની અહીં વ્હાઇટ એન્ડ પિંક સાડીમાં જોવા મળી હતી. જેની સાથે તેણે મોતીની માળા અને હાથમાં ગોલ્ડન કડુ પહેર્યું હતુ. અહીં તેણે મીડિયાને પણ પોઝ આપ્યા હતા.