આ વ્યક્તિનું છે માત્ર એક જ સપનું, દસ જ વર્ષમાં બનાવશે 100 દલિત અરબપતિની ફોજ

Apr 06,2018 11:05 AM IST

આજે અમે તમને એક એવા દલિત ઉદ્યોગપતિની વાત કરીશું જેનું એક માત્ર સપનું છે દેશમાં દલિતોની આખી એક ફોજ તૈયાર કરવી. મિલિંદ કાંબલે નામના આ કરોડપતિ કારોબારી આજે દિલમાં દલિતો માટેનું એક જ સપનું લઈને જીવી રહ્યા છે. પોતાનું આ સપનું પૂરું કરવા માટે તેઓ દિવસ રાત એક કરીને તેને આખરી ઓપ પણ આપી રહ્યા છે. વ્યાપાર જગતમાં દલિતોને પ્રતિનિધિત્વ મળે તેમજ તેઓ આગળ આવે તે માટે તેમણે અત્યાર સુધીમાં અનેક પ્રયત્ન કર્યા છે જેના અનુસંધાને તેમણે પુણેમાં દલિત ચેમ્બર્સ ઓફ કોમર્સની સ્થાપના પણ કરી છે અને અનેક દલિતોને વ્યાપાર કરવા પ્રોત્સાહન પણ આપ્યું જ છે.