સરકારની આ સ્કીમમાં કરો રોકાણ, 1000ના થશે 1703 રૂપિયા

Jan 09,2018 4:49 PM IST

સરકારે સેવિંગ્સ બોન્ડ સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાના બોન્ડ ખરીદી શકો છો. આ સ્કીમ હેઠળ તમારે 7 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. આ બોન્ડ્સમાં તમને 7.75 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ હેઠળ તમે જે પણ રોકાણ કરશો, તેને ડબલ થતાં 9 વર્ષનો સમય લાગશે. કેન્દ્ર સરકારે 8 ટકા સેવિંગ્સ બોન્ડ સ્કીમના બદલે આ નવી સ્કીમ લોન્ચ કરી છે. જો તમે પણ આ સ્કીમ હેઠળ બોન્ડ ખરીદવા ઈચ્છો છો તો 10 જાન્યુઆરીથી ખરીદી કરી શકો છો.સરકાર અનુસાર આ સ્કીમ હેઠળ ખરીદાયેલા તમામ બોન્ડ ટેક્સેબલ છે, જેનો મતલબ છે કે આમાં રોકાણથી થતી કમાણી પર ટેક્સ ચુકવવો પડશે.