બીટકોઈનઃ એક મહિનામાં જ લાખના થયા 62,000, હજુ ઘટાડાની શક્યતા

Jan 18,2018 6:46 PM IST

બીટકોઈનની વેલ્યુમાં એક મહિનામાં 7,300 ડોલર એટલે કે 4.67 લાખ રૂપિયા જેટલો ઘટાડો થયો છે. 17 ડિસેમ્બરે બીટકોઈનની વેલ્યુ 19475 ડોલર એટલે કે આશરે 12,43,481 જેટલી હતી. જે હાલ ઘટીને 12120 ડોલર એટલે કે 773831 રૂપિયા જેટલી થઈ ગઈ છે.આ ઘટાડા માટે વિવિધ દેશોની સરકારે ક્રિપ્ટોકરન્સી માટે લીધેલા પગલાંને જવાબદાર ગણવામાં આવે છે.