બૂલેટિન / Speed News: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Sep 11, 2019, 20:35 PM IST

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હજુ રાજ્ય પર વરસાદની સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરાઈ છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.