સ્પીડ ન્યૂઝ / ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ ચોકીદારને ઢોરમાર માર્યો છે

Jan 18, 2020, 20:42 PM IST

અમદાવાદના વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં આ ઘટના બની છે. ચોકીદારે ગાડી હટાવવાનું કહેતા નેતાજીએ રોફ જમાવ્યો હતો. પોતે ભાજપના પ્રવક્તા હોવાનું કહી કિશનસિંહ અને અન્ય એક શખ્સે ચોકીદારને માર માર્યો હતો. સાથે જ તેને યૂપીનો ભિખારી કહી બે પૈસાની નોકરી કરતો હોવાનું કહ્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.