મેઘમહેરના કારણે હવે રાજ્યમાં આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્નો ઊભા નહિં થાય. હવામાન વિભાગ મુજબ 1 જુનથી 10 ઓગસ્ટ સુધી સરેરાશ 15 ટકા વરસાદ વધુ થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી અત્યારે 131.65 મીટર ઉપર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી 1,89,244 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમમાંથી 1.23 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવતાં 23 ગામોને એલર્ટ કરાયા છે.