સ્પીડ ન્યૂઝ / ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

Aug 13, 2019, 20:54 PM IST

ગુજરાતમાં 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ઓડીશા અને બંગાળના દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું હોવાને પગલે આ આગાહી કરવામાં આવી છે. તો આ બે દિવસ દરમિયાન માછિમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કલમ 370 મુદ્દે સુનાવણી સુપ્રીમ કોર્ટે માં સવાલ કર્યો કે, ક્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ રહેશે?
જેના જવાબમાં સરકારે કહ્યું છે કે, ‘પરિસ્થિતી ઘણી સંવેદનશીલ છે અને પ્રતિબંધ દરેકના હિતમાં છે.’ ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી છે.