સ્પીડ ન્યૂઝ / ભારત અને ચીન વચ્ચે કાશ્મીર મામલે વાતચીત થઈ

Aug 12, 2019, 21:06 PM IST

વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ લી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બન્ને દેશોએ 2020ના એક્શન પ્લાન પર સાઈન કરી. મુલાકાત બાદ જયશંકરે કહ્યું કે, બન્ને દેશ વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે, પણ તેઓ આ મતભેદને વિવાદનું કારણ બનવા દેશે નહીં.

પાકિસ્તાને સ્કર્દૂ એરબેઝ પર ફાઈટર પ્લેન તહેનાત કરી દીધા છે
આ અંગે IBએ સૈન્ય અને એરફોર્સને એલર્ટ મોકલતાં સુરક્ષા એજન્સીઓ દરેક હરકત પર નજર રાખી રહી છે. આ એરબેઝ લદ્દાખ પાસે આવેલો  પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન તેનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે.