સ્પીડ ન્યૂઝ / મહુવાના વેપારીએ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીઓ માટે ઈનામની જાહેરાત કરી

Dec 06,2019 9:00 PM IST

હૈદરાબાદના પોલીસ કમિશનર વી. સી. સજ્જનારે સ્પષ્ટતા કરી કે, બે આરોપી પોલીસ પાસેથી હથિયાર છીનવી ભાગ્યા હતા. એ પછી પોલીસે તેમને ચેતવણી આપી હતી. પોલીસે ચેતવણી આપતાં તેમણે ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય બેએ પથ્થરથી હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ચારેય આરોપી ઠાર થયા છે. ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલે રૂપિયા 1 લાખના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પોલીસની આ કાર્યવાહીથી તેમને ગર્વ છે, અને તે હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરશે. તેમના મતે બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું કામ થયું હોય તો તેનું સન્માન થવું જ જોઈએ.