• Home
  • Gujarati Videos
  • Speed news 9 pm latest gujarat news update nitin patel latest announcement

સ્પીડ ન્યૂઝ / ગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું

Nov 23,2019 8:45 PM IST

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી કે, રાજ્યના તમામ 56.36 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે. કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું નથી તેને પણ સહાય અપાશે. આ માટે 2154 કરોડ કેન્દ્ર સરકાર જ્યારે 1641 કરોડ રાજ્ય સરકાર આપશે. આ સહાય પાકવીમા ઉપરાંતની હશે.1 ઇંચથી વધુ વરસાદ થયેલા 9416 ગામના 28.61 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા સહાય મળશે. આ ઉપરાંત 1 ઈંચથી વધુ વરસાદ થયેલા ક્લસ્ટરના 1,463 ગામના 4.70 લાખ ખેડૂતોને પણ હેક્ટર દીઠ 6800 રૂપિયા મળશે. જો કે આ બન્નેમાં મહત્તમ મર્યાદા 2 હેક્ટર હશે.