સ્પીડ ન્યૂઝ / ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીમાં સરેરાશ 47થી 48 ટકા મતદાન

Oct 21,2019 9:18 PM IST

અમદાવાદની અમરાઈવાડી બેઠક પર માત્ર 32 ટકા જેટલું જ મતદાન થયું છે. સૌથી વધુ મતદાન થરાદમાં અંદાજે 66 ટકા, રાધનપુરમાં 60 ટકા, ખેરાલુમાં 43 ટકા, બાયડમાં 58 ટકા અને લુણાવાડામાં 48 ટકા નોંધાયું છે. ઓછા મતદાનથી પરિણામ ઉત્સુકતાભર્યા રહેશે. મહારાષ્ટ્રની 288 બેઠકો અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન સંપન્ન થયું છે. આ બન્ને રાજ્યોના મતદારોએ પણ મોળો પ્રતિસાદ આપ્યો છે. મતદાનની ટકાવારી ઘટતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા છે.