Speed News / બિન સચિવાલયની પરીક્ષા મામલે SITની રચના, 10 દિવસમાં રિપોર્ટ સોંપાશે

Dec 05,2019 9:15 PM IST

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાં.બિન સચિવાલયની પરીક્ષા મામલે SITની રચના કરવામાં આવી છે.ચાર સભ્યોની આ ટીમના ચેરમેન સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દયાની રહેશે. અન્ય સભ્યમાં IPS મનોજ શશીધરન અને IPS મયંકસિંહ ચાવડાનો સમાવે શ થાય છે. સભ્ય સચિવ તરીકે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી રહેશે. આ ટીમ 10 દિવસમાં સરકારને તપાસ રિપોર્ટ સોંપશે.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.