• Home
  • Gujarati Videos
  • Entertainment
  • when sanjay dutt helps shahrukh khan kbc viral video sanjay dutt, shah rukh khan, viral video, sanju, rajkumar hirani, મુંબઈ, સંજય દત્ત, શાહરૂખ ખાન, કેબીસી, વાઈરલ વીડિયો

VIRAL Video : મુંબઈમાં જ્યારે શાહરૂખ ખાનનો ઝઘડો થયો તો સંજય દત્તે કરી હતી મદદViral Video : મુંબઈમાં જ્યારે શાહરૂખ ખાનનો ઝઘડો થયો તો સંજય દત્તે કરી હતી મદદ / Video : મુંબઈમાં જ્યારે શાહરૂખ ખાનનો ઝઘડો થયો તો સંજય દત્તે કરી હતી મદદ

Jul 06,2018 3:02 PM IST

સંજય દત્ત અને શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોન બનેગા કરોડપતિની ત્રીજી સિઝનનો છે, જેને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. આ સમયે સંજય દત્ત પોતાના કો-એક્ટર બોમન ઈરાની સાથે પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો. હોટ સીટ પર બેઠલા સંજય દત્તને જોતા જ શાહરૂખે સંજૂ સાથેનો પોતાનો એક જૂનો કિસ્સો સંભળાવ્યો હતો. શાહરૂખે કહેલું કે તે જ્યારે મુંબઈમાં પહેલી વખત આવ્યો ત્યારે શહેરમાં તેને કોઈ જાણતું નહોતું અને તે સમયે સંજય દત્ત તેની મદદ આવ્યો હતો. શાહરૂખે કહ્યું- સંજય દત્તે કહ્યુ હતું, કોઈ છુએ ભી તો મુજે બતાના... શાહરૂખે કહ્યું કે એ સમયે મારો કોઈની સાથે ઝઘડો થઈ ગયો હતો. પરંતુ મુંબઈમાં નવો હોવાને કારણે મુંબઈ મારો કોઈ મિત્ર નહોતો, જેના કારણે કોઈ મારી મદદ નહોતું આવ્યું. ત્યારે એક માણસ એવો હતો જે પોતાની જીપ લઈને મારી પાસે આવ્યો હતો અને મારી મદદ કરી હતી, અને તે હતો સંજય દત્ત, શાહરૂખે કહ્યું- તે સમયે સંજય દત્તે કહ્યું હતું કે કોઈ છુએ ભી તો મુજે બતાના...