ગુસ્સો / દિવાળી પાર્ટીમાં મીડિયા ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા રિશી કપૂર

Oct 27,2019 10:49 AM IST

મજાકિયા અંદાજ માટે જાણીતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર એક્ટર ઘણી વખત મીડિયા પર ગુસ્સે થતાં જોવા મળે છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં રિષી કપૂર મીડિયા ફોટોગ્રાફર્સને અવાજ ન કરવા અને ચૂપ રહેવાની ચેતવણી આપતા જણાય છે. વીડિયો દિવાળી સેલિબ્રેશનનો છે. જોકે બાદમાં તેમણે મીડિયા પર્સનને મજાકિયા અંદાજમાં દિવાળી વિશ પણ કર્યું હતું.