વિવાદ / એશ્વર્યાના મીમ્સ પર વિવેક ઓબેરોય પર ભડકી સોનમ કપૂર

May 21,2019 2:44 PM IST

બૉલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય એશ્વર્યા રાય બચ્ચનનું મીમ્સ બનાવી વધુ વિવાદમાં ફસાતો જાય છે. જેના પર બોલિવૂડ સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મીમને સોનમ કપૂરે આહૂજાએ હિન અને ઉતરતી કક્ષાનું ગણાવ્યું હતુ. વિવાદ વધતા વિવેકે માફી પણ માગી હતી. પરંતુ સુત્રો મુજબ મહિલા આયોગે ટ્વિટર પર એક્શન લેતા વિવેકને નોટિસ પણ મોકલી છે. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બાયોપિક રિલીઝ થશે જેમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીની ભૂમિકા ભજવી છે. ત્યારે તેનું આ પ્રકારનું વિવાદાસ્પદ ટ્વિટ તેને વધુ મુશ્કેલીમાં મુકી શકે છે.