ડાન્સ / કરિનાએ સૈફ અલી ખાનના ઓલે ઓલે સોંગ પર આપ્યું ધમાકેદાર પર્ફોર્મન્સ

Jul 14,2019 3:51 PM IST

તાજેતરમાં જ સ્મોલ સ્ક્રીન પર ધમાકેદાર ડેબ્યૂ કરનાર કરિના કપૂર ખાનના શોનો એક વિડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. ઓલે ઓલે કેપ્શન સાથે શેર કરાયેલા આ ડાન્સિંગ વીડિયોને જોઈને તેના ફેન્સ પણ આફરીન પોકારી ઉઠ્યા હતા. હજારો ફેન્સનાં દિલ જીતી લેનારા આ પર્ફોર્મન્સ પણ તેને તેના હબી સૈફ અલી ખાનના એક હીટ સોંગ પર આપ્યું હતું. કરિનાએ યે દિલ્લગી ફિલ્મના સુપર હીટ સોંગ જબ ભી કોઈ લડકી દેખું પર કરેલા આ ડાન્સને જોતજોતામાં લાખો લોકોએ માણ્યો હતો.