અક્ષય કુમારે 'ટોયલેટઃ એક પ્રેમકથા'માં આપ્યો મહત્વનો સંદેશ,જુઓ ટ્રેલર

Jun 12,2017 12:36 PM IST

અક્ષયકુમાર અને ભૂમિ પેડનેકરની આવનારી ફિલ્મ ટોયલેટ-એક પ્રેમકથાનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મમાં અક્ષય કેશવના પાત્રમાં છે. જે માત્ર એક સપનું જુએ છે. પોતાના લગ્નનું. તેની મુલાકાત તેના જ ગામની જયા એટલે કે ભૂમિ સાથે થાય છે અને બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે. લગ્ન પણ કરે છે પરંતુ એકદમ ખુલ્લા વિચારો ધરાવનારી જયા લગ્ન બાદ જુએ છે કે કેશવના ઘરમાં શૌચાલય નથી. અને બંને વચ્ચે ઝઘડા થાય છે.