ઠગ્સ ઓફ હિન્દોસ્તાંમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાનની જોડી પહેલી વાર સિલ્વરસ્ક્રિન પર જોવા મળશે, અમિતાભ અને આમિર ખાન એક સાથે એક ફિલ્મમાં હોવાની ચર્ચાથી પણ ફિલ્મ લાઇમલાઇટમાં છે, અને મજાની વાત તો એ છે કે બંને સ્ટાર એકબીજાના વખાણ કરતા થાકતા નથી. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. જે અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ માનવામાં આવે છે.