OMG / શૉ તારક મહેતા..ની રીટા રિપોર્ટર રિયલ લાઇફમાં બેહદ હોટ એન્ડ બ્યૂટીફૂલ

Jul 03,2019 2:56 PM IST

સોની સબ ટીવીમાં ઘણા લાંબા સમયથી ચાલતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોએ અદભૂત ખ્યાતિ મેળવી છે. શોમાં કેટલાંય નવા ચહેરાઓ આવ્યાં અને દરેક કોઈને કોઈ રીતે ફેમસ થયા. શોમા રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનાર યુવતીને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે. આ રિપોર્ટર તરીકે ઘણી હિરોઈનો આવી અને ગઈ પણ એક ચહેરો હંમેશા બધાને યાદ રહી ગયો અને એ છે પ્રિયા આહુજા. હાલ શોમાં તે પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે. શૉમાં પ્રિયા કલ તક ન્યૂઝ ચેનલમાં કામ કરી રહી છે. આમ તો શોમા તે સાદા લૂકમાં જ જોવા મળતી હોય છે. પરંતુ રિયલ લાઈફમાં તે ખુબ હોટ અને બોલ્ડ છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના સ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટોથી ભરેલું છે