સુપર 30 / બસંતી નો ડાન્સ..સોંગ આવતા જ થિયેટરમાં નાચવા લાગ્યા રિતિકના ફેન્સ

Jul 12,2019 1:18 PM IST

રિતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સુપર 30 સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે રિતિકની ઈમેજ બદલી નાખી છે. એક મેથેમેટિશિયન પર બનેલી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ત્યારે ખાસ વાત તો એ છે કે ફિલ્મમાં બસંતી નો ડાન્સ ગીત જેવુ વાગ્યુ કે એક સિનેમા હોલમાં ફેન્સ ક્રેઝી બન્યા હતા. અને નાચવા લાગ્યા હતા. જેનો વીડિયો કોઈએ ટ્વિટ કરતા વાઇરલ થયો છે.