સ્પેશિયલ / સ્ટેજ પર ચાહકો ફ્લાઈંગ કિસ કરતાં અને આંખ પણ મારતા: મમતા સોની

Oct 18,2019 12:19 PM IST

divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’; નામનો શો શરૂ કર્યો છે, જેના છઠ્ઠા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની સાથે તેમના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. 12 ધોરણ પાસ મમતા સોનીના પિતા આર્મીમાં એન્જિનિયર છે. મમતાની મમ્મી બ્યૂટીપાર્લર ચલાવતા અને તેથી જ નાનપણથી એક્ટ્રેસને તૈયાર થવાનો શોખ હતો. તેની મોટી બહેન રાની સોની સિંગર હોવાથી તે પણ બહેનની સાથે ઓરકેસ્ટ્રામાં શાયરીઓ તથા ડાન્સ કરતી હતી. મમતા 14-15 વર્ષની હતી ત્યારે તેણે સ્ટેજ પર શાયરી બોલવાની શરૂઆત કરી હતી અને તે 18 વર્ષની હતી ત્યારે તેણે ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. મમતાને આ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી પણ વધારે સમય થયો છે. મમતા સોની ગુજરાતી સિનેમાની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના પૈસામાંથી ઓડી કાર ખરીદી છે.