હું, તમે ને સેલિબ્રિટી / જીનલ બેલાણીએ કહ્યું, સ્કૂલ-કોલેજમાં ટોપર હતી અને એક્ટિંગમાં સતત એક વર્ષ સુધી રિજેક્ટ થઈ હતી

Nov 15,2019 10:36 AM IST

divyabhaskar.comએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’; નામનો શો શરૂ કર્યો છે, જેના છેલ્લાં એપિસોડમાં ડિમ્પલ ગર્લ એટલે કે જીનલ બેલાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. જીનલે પોતાના જીવનની રસપ્રદ વાતો કરી હતી. જીનલ બેલાણીએ નાનપણમાં રેડિયો શો કર્યાં હતાં. તે સ્કૂલ ટોપર તથા યુનિવર્સિટી ટોપર રહી ચૂકી હતી. વાતચીતમાં જીનલે કહ્યું હતું કે એક વર્ષ સુધી સતત રિજેક્શન મળવાને કારણે એક્ટિંગ ફિલ્ડ છોડવાનું વિચાર્યું હતું. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે રિયલ લાઈફમાં એકદમ ટોમબોય જેવી છે પરંતુ તેને અત્યાર સુધી ગર્લી ટાઈપના રોલ જ મળ્યાં છે.