સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સોહા તેના પતિ કૃણાલ ખેમુ સાથે જોવા મળી રહી છે. એક ગરીબ બાળક અને એક કિન્નર તેની પાસે ભીખ માગવા આવે છે. બાળક કાર પાસે ઉભો હોય છે. ત્યારે સોહા તેને ઈગ્નોર કરીને કારમાં બેસી જાય છે. કૃણાલ ખેમુ પણ ચૂપચાપ ગાડીમાં બેસી જાય છે. તેમના આ મિસબિહેવિયરની સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવી છે.