• Home
  • Gujarati Videos
  • Entertainment
  • singer shankar mahadevan twitter post viral kerela man singing video singer, labour, shankar mahadevan, twitter, viral video, કેરળ, શંકર મહાદેવન, ટ્વિટર, વાઈરલ વીડિયો, સિંગર, ગીત, સોંગ

આ મજૂરનો અવાજ સાંભળી શંકર મહાદેવને થઈ તેમની સાથે ગાવાની ઈચ્છા

Jul 03,2018 7:09 PM IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મજૂર ઝાડ નીચે બેસીને ખૂબ જ સૂરમાં ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયોને બોલિવૂડ સિંગર શંકર મહાદેવને શૅર કરી કર્યો છે લખ્યું છે કે આ સિંગર ક્યાં છે, હું તેની સાથે કામ કરવા માંગુ છુ. ગીત ગાઈ રહેલો મજૂર ફિલ્મ વિશ્વરૂપમમાં શંકર મહાદેવને ગાયેલું ગીત ઉન્નાઈ કાનાધૂ નાન ગાઈ રહ્યો છે. શંકર મહાદેવન પણ આ મજૂર સિંગરના ફેન બની ગયા છે અને તેની સાથે કામ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે. જાણકારી પ્રમાણે આ મજૂરનું નામ રાકેશ નૂરાનડૂ છે અને તે કેરળના અલાપુજા જિલ્લાના અલુ પેનાડૂનો રહેવાસી છે. રાકેશને આ વાતનો અંદાજો નહોતો કે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ જશે. એક ડ્રાઈવરે રાકેશનો વીડિયો બનાવીને તેને પોસ્ટ કરી દીધો હતો. પછીથી રાકેશને કુવૈતથી એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયો છે. તેનો વીડિયો શંકર મહાદેવને શૅર કર્યો છે.