કબૂતરબાજી મામલે દલેર મહેંદીને 2 વર્ષની જેલ, 24 મિનિટમાં મળ્યા જામીન

Mar 16,2018 6:40 PM IST

ગાયક દલેક મહેંદીને 2003માં થયેલા હ્યુમન ટ્રાફિકિંગ મામલે પંજાબની પટિયાલા કોર્ટે દોષી ઠેરવ્યા છે. આ મામલે તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જોકે 24 મિનિટની અંદર આ મામલે કોર્ટે તેને જામીન પણ આપી દીધા છે. દલેર મહેંદીના ભાઈ શમશેર સિંહને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહ પર આરોપ હતો કે એડમિનિસ્ટ્રેશનને છેતરીને કેટલાક લોકોને પોતાની ટીમ સાથે ગેરકાયદેસર રીતે વિદેશ લઇ ગયા હતા. આ માટે તેમણે ખાસી મોટી રકમ વસૂલી હતી. આ મામલો 1998થી 2003 વચ્ચેનો છે.