અરિજીતસિંહનો બદલાયો અંદાજ,. ગાયું માતાનું ભજન

Oct 02,2016 2:17 PM IST

બોલિવૂડમાં આગવા અંદાજથી ગીતો ગાનાર અરિજીત સિંહ ઘણો લોકપ્રિય છે. ત્યારે નવરાત્રિમાં તેણે એક માતાનું ભજન ગાયું છે. પોતાના અવાજના જાદુથી ગીતોમાં રોમાંસ પેદા કરનાર અરિજીતસિંહે નવરાત્રિ પર એક ભક્તિમય ભજન ગાયું છે. ભજનનું આ વર્ઝન કદાચ પહેલી વાર તમને સાંભળવા મળશે. સાચે જ અરિજીતનો આ અંદાજ નોખો અને સાંભળતાં ભક્તિમાં તલ્લીન કરે તેવો છે. આ ગીત સાડા પાંચ મિનિટનું છે. તમે પણ જુઓ અને સાંભળો અરિજીતના અવાજમાં ભજન.