ચર્ચા / વધુ નજીક આવી સેલ્ફી લેવા જતો હતો ફેન, સારાએ દૂર હટી અંતર જાળવ્યું

Nov 28,2019 1:32 PM IST

સારા અલી ખાન હંમેશાં તેના ફેન્સ સાથે ફ્રેન્ડલી બિહેવ કરે છે. તે ક્યારેય જાહેરમાં તેના ચાહકોને નિરાશ કરતી નથી, તેના આ સ્વભાવથી જ તેના પ્રશંસકો તેને વધુ ચાહે છે. ત્યારે હાલમાં જ સારા ન્યૂયોર્કથી રજા ગાળીને ભારત પરત ફરી રહી હતી. અને એરપોર્ટ પર સારાની એક ઝલક પામવા ફેન્સ તેને ઘેરી વળ્યા, સારાના ફેન્સ તેની સાથે સેલ્ફીઓ ક્લિક કરાવતા હતા ત્યારે એક ફેન સારાના બૉડીને ટચ થઈ ગયો હતો. ત્યારે સારાને તરત આ વાતનું ભાન થતાં તેણે બહુ વિનમ્રતાથી તેની સાથે દૂરી કેળવી હતી. અને ફેનને સેલ્ફી આપી હતી. સોશિયલ મીડિયા પર તેના આ વર્તનની પ્રશંસા થઈ રહી છે.