સૈફની દીકરીનો સિઝલિંગ અવતાર, વર્કઆઉટનો વીડિયો આવ્યો સામે

May 31,2017 6:00 PM IST

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ધીમે-ધીમે બોલિવૂડની પોપ્યુલર બ્રિગેડમાં સામેલ થવા જઈ રહી છે. થોડા દિવસ અગાઉ તે કરન જોહરના બર્થ ડે પાર્ટીમાં જોવા મળી હતી. એક્ટર શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન સાથે ખેંચેલી સેલ્ફી મીડિયામાં વાયરલ થઈ હતી. તો હાલમાં સારાના વર્કઆઉટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સિઝલિંગ લૂકમાં જોવા મળી રહી છે.