કોલકાતા / સારા અલી ખાને લાલ કુર્તા અને ગુલાબી દુપટ્ટામાં રમ્યાં દાંડીયા, ક્યૂટ અંદાજ ફેન્સને ખુબ ગમ્યો

Oct 08,2019 12:47 PM IST

સારા અલી ખાનની ક્યૂટનેસનો કોઈ જવાબ નથી એ સૌ કોઈ જાણે છે. સારા તેના બિન્દાસ બિહેવ અને બ્યૂટી માટે બોલિવૂડમાં જાણીતી છે. અત્યારે સારાનો એક વીડિયો લોકોનું ખુબ જ ધ્યાન ખેંચી રહ્યો છે. સારા હાલ કોલકાતામાં એક ઈવેન્ટમાં ગઈ હતી. જ્યાં તે લાલ કુર્તી અને પિંક દુપટ્ટામાં ગોર્જિયસ લાગતી હતી. એટલુ જ નહીં અહીં સારાએ દાંડિયા રમી સૌકોઈનું દિલ જીતી લીધું હતું.