વિવાદીત શૉ બિગ બૉસની 13મી સિઝનના લોન્ચિંગ ઈવેન્ટમાં સલમાન ખાન એક ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ ગયો હતો. મીડિયા પર્સન સલમાનના ફોટોઝ માટે પડાપડી કરતા હતા ત્યારે એક ફોટોગ્રાફર વચ્ચે આવી ગયો હતો. જેને સલમાને ઉધડો લીધો હતો. અને બાકીના મીડિયા પર્સનને પણ તેના પર નિર્ણય લેવા અપીલ કરી હતી. સલમાને કહ્યું હતુ કે તેરા હંમેશા એસા હી હોતા હૈ. તેરા કભી રિક્વેસ્ટ નહીં હોતા. તેરે કો સિમ્પલ આઇડિયા દેતા હૂં, બહુત પરેશાની હોતી હૈ તો તુજે મેરે કો બેન હી કર દેના ચાહિયે.