શાહરૂખે આપેલી કારમાં સલમાને GF લુલિયા સાથે કરી સફર

Jul 08,2017 4:28 PM IST

હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ ટ્યુબલાઈટમાં શાહરૂખે સલમાન સાથે દોસ્તીનો હાથ લંબાવી કેમિયો રોલ અદા કર્યો. જેના બદલામાં શાહરૂખના રૂણને ચુકવવા સલમાને પણ તેની ફિલ્મમાં નાનો એવો રોલ કર્યો, જેનાથી ખુશ થઈને બોલિવૂડના આ કરણે તેના અર્જૂનને એક બ્રાંડ ન્યુ કાર ગિફ્ટ કરી, આ જ કારમાં બજરંગી ભાઈજાને તેની ગર્લફ્રેન્ડ લુલિયા વેન્તુરને સફર કરાવી. 1 કરોડ 10 લાખની આ મર્સીડીઝ કાર શાહરૂખે સલમાનને ફિલ્મના સેટ પર આપી હતી. જેને જોઈને સલમાન પણ ચોંકી ગયો હતો. સલમાન ખાન શાહરૂખની આનંદ એલ રાયની ફિલ્મમાં એક સોંગમાં જોવા મળશે.