ડેબ્યૂ / યશરાજ બેનરની 'જયેશભાઈ જોરદાર'માં રણવિર સાથે કામ કરશે આ ગુજ્જુ બૉય

May 27,2019 1:34 PM IST

રણવીર સિંહ હાલ ડિરેક્ટર કબીર ખાનની બાયોપિક ફિલ્મ 83;માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ બાદ રણવીર યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ જયેશભાઇ જોરદાર;માં કામ કરશે. આ ફિલ્મના નામ પરથી જ ખબર પડી જાય છે કે ફિલ્મ ગુજરાતી કેરેક્ટર પર છે. ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં જ હશે. ફિલ્મ ગુજરાતમાં સેટ છે અને તેમાં હ્યુમર ભરપૂર માત્રામાં હશે. આ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ બધા લોકો માટે છે. આ ફિલ્મને ડેબ્યુ રાઇટર અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર લખવાના અને ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને મનીષ શર્મા પ્રોડ્યૂસ કરવાના છે.