હનીમૂન / હનીમૂન એન્જોય કરવા શ્રીલંકા પહોંચ્યાં દીપવીર, રણવીરે મીડિયાકર્મીને આપી 'જાદુ કી ઝપ્પી'

Dec 30,2018 2:49 PM IST

વીડિયો ડેસ્કઃ 14-15 નવેમ્બરે ઈટલીમાં લગ્ન કરનાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ શનિવાર રાતે હનીમૂન માટે નીકળ્યાં હતાં. રણવીર અને દીપિકા ઍરપોર્ટ પર દેખાતાં મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને પૉઝ આપવા માટે કહ્યું હતું. ફોટોગ્રાફર્સે આલા સે આલાની બૂમો પાડી હતી. જોકે રણવીરે કપલ પૉઝ આપ્યો નહોતો. બાદમાં દીપિકાને ઍરપોર્ટની અંદર છોડીને રણવીર બહાર આવ્યો હતો અને દરેક ફોટોગ્રાફર્સને જાદુ કી ઝપ્પી આપી હતી. ઉલ્લેખનીય છે કે રણવીર અને દીપિકા શ્રીલંકામાં હનીમૂન મનાવશે.