એવોર્ડ / પારદર્શી ડ્રેસમાં Oops મોમેન્ટનો શિકાર બની પ્રિયંકા, 5 લાખના બેગે બચાવી

Jan 08,2020 12:40 PM IST

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક સાથે 77માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં લાઇમ લાઇટમાં રહી હતી. આ એવોર્ડ સમારોહ અમેરિકાના બેવેર્લે હિલ્ટન હોટલમાં રાખવામાં આવ્યો હતો. પ્રિયંકા તેના ડ્રેસના કારણે ચર્ચામાં રહી. પ્રિયંકાએ ઓલિવ-બ્લેક પારદર્શક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ સાથે પ્રિયંકાએ રેડ લિપસ્ટિક અને બૉટલ ગ્રીન હેંડ બેગ કેરી કર્યું હતું. પ્રિયંકા જેવી આ સમારોહમાંથી બહાર નીકળી કે મીડિયાથી ઘેરાઈ હતી. પ્રિયંકા ડ્રેસને લઇને પણ અસહજ દેખાતી હતી, તે વારંવાર ડ્રેસને સરખો કરતી તો ક્યારેક હેન્ડ બેગથી કેરી કરતી જોવા મળતી. પ્રિયંકાના ડ્રેસને લઇને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી.