ફેશન / કાર્તિક, ભૂમિ-અનન્યાનો કિલર લૂક, ફિલ્મના પ્રમોશન માટે ઉતર્યા રેમ્પ પર

Oct 17,2019 12:28 PM IST

ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાના ફેશન શૉમાં ફિલ્મ ‘પતિ પત્નિ ઓર વૉ’;ના પ્રમોશન માટે કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેએ રેમ્પ વૉક કર્યુ હતુ. જેમાં ત્રણેય સ્ટાર્સનો રોયલ લૂક જોવા મળ્યો હતો. ભૂમિ પેડનેકરે ટ્રેડિશનલ બે લહેંગામાં રેમ્પ પર ઉતરી સૌકોઈનું દિલ જીતી લીધું તો કાર્તિકની સ્ટાઇલ પણ લોકોને ખુબ પસંદ આવી હતી. અનન્યાના લહેંગાને થોડો વેસ્ટર્ન ટચ આપવામાં આવ્યો હતો. જેનો કિલર લૂક તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો.