ઈલેક્શન / માધુરીથી લઈ આમિર, વરૂણથી લઈ વત્સલ શેઠે કર્યું મતદાન

Oct 21,2019 2:46 PM IST

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા માટે આજે (21 ઓક્ટોબર) વોટિંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના તથા કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચૂંટણી જંગ છે. બોલિવૂડ સ્ટાર્સ પણ વોટિંગ માટે પોલિંગ બૂથ પર જોવા મળ્યાં હતાં. આમિર ખાને બાંદ્રા (વેસ્ટ) પોલિંગ બૂથની બહાર મીડિયા સાથે વાતચીત કરીને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આમિર ઉપરાંત કિરણ રાવ, સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, ફિલ્મમેકર કુનાલ કોહલી, રવિ કિશન સહિતના સેલેબ્સે મતદાન કર્યું હતું અને લોકોને મતદાનની અપીલ કરી હતી.