મસ્તી / બિગ બોસના ઘર પર વાંદરાઓનો એટેક, માહિરા, રશ્મિ ગાર્ડન છોડી ભાગ્યા

Oct 16,2019 12:58 PM IST

બિગ બોસ 13માં રોજને રોજ કોઈ ધમાલ મચતી રહે છે. એક બાજુ બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ્સ ટિકિટ ટૂ ફિનાલે માટે પૂરી મહેનત કરી રહ્યા છે. તો બીજી બાજુ બિગ બોસના ઘરમાં કેટલાંક બિન બુલાયે મહેમાન આવી ગયા છે. જેને જોઇને ઘરના સભ્યોનું હાલત ખરાબ થઈ ગઈ છે. વાત એવી છે કે હાલમાં બિગ બોસના ઘરના છજા પર કેટલાંક વાંદરાઓ આવી ગયા. જેને જોઇને ઘરમાં અફરા તફરી મચી ગઈ.