• Home
  • Gujarati Videos
  • Entertainment
  • KBC 10નો પ્રોમો રિલીઝ, બિગ બીએ બતાવી ગરીબ પિતાની ઈમોશનલ કહાની,Kaun Banega Crorepati 10 teaser Out

KBC 10નો પ્રોમો રિલીઝ, બિગ બીએ બતાવી ગરીબ પિતાની ઈમોશનલ કહાની

Jul 24,2018 5:08 PM IST

KBC 10નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં એક ગરીબ પિતાના સંઘર્ષની ઈમોશનલ કહાની દેખાડાઈ છે. જે એક ડ્રાઇવર છે. પરંતુ પોતાના દીકરાને સારૂ ભણતર આપવા માગે છે અને મોટી સ્કુલમાં ભણાવા માગે છે. તેના માટે તે નાનકડાં ઘરમાં શિફ્ટ થઈ જાય છે. અને 24 કલાક ડ્રાઇવરની નોકરી કરે છે. તેના માટે પડકાર ત્યારે આવે છે જ્યારે તેના દીકરાની એન્જીનિયરિંગની ફી ભરવાની આવે છે. પરંતુ તે હાર નથી માનતો. પિતા કેબીસી સુધી પહોંચે છે. અને જ્યારે અમિતાભ બચ્ચન તેને પુછે છે કે તેને શૉ જીત્યા વગર જ છોડવો પડશે તો તે શું કરશે. તેના પર ગરીબ ડ્રાઇવર જે જવાબ આપે છે તે દિલ જીતી લે છે.