હોબાળો / પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર સાથે વિવાદમાં ઉતરી કંગના રનૌત

Jul 08,2019 12:55 PM IST

કંગના અને વિવાદ હવે એકબીજાના પર્યાય બની ગયા છે. પછી તે સોશિયલ મીડિયા હોય કે લાઇવ પ્રેસ કોન્ફરન્સ. વાત છે જજમેન્ટલ હૈ ક્યાના સોંગ વખરા સ્વૈગ ટાઈટલ સોંગ લોન્ચ ઈવેન્ટની. આ સોંગ લોન્ચીંગમાં કંગના કેટલાંક પત્રકારો પર ગુસ્સે થઈ ગઈ. વાત એ હદે વધી ગઈ કે વચ્ચે પડેલા હોસ્ટને પણ શાંત રહેવા કહી દેવાયું. અને આ સમગ્ર મામલો રાજકુમાર રાવ અને એક્તા કપૂર જોતા રહી ગયા. જાણે વાતને ખતમ જ નહોતી કરવા માંગતી કંગના. કંગનાનો પત્રકાર પર આરોપ હતો કે તે જાણીજોઈને તેના વિશે ખરાબ સમાચારો છાપે છે, જેના કારણે તેની ઈમેજ અને બ્રાન્ડ પર અસર થઈ રહી છે.