ચેલેન્જ / પત્રકારને કહ્યો દેશદ્રોહી, પોતાને બેન કરવા જણાવતી કંગના

Jul 11,2019 2:14 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને પત્રકાર સંઘ વચ્ચેનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ વધુને વધુ વધી રહ્યો છે. આ વિવાદ એટલી હદે વધી ગયો કે એન્ટરટેઇનમેન્ટ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કંગનાના ખરાબ વર્તન અને વાતચીતને લઇને તેને બેન કરી દીધી. જેને લઈને કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના ભારતીય મીડિયો વિશે વાત કરતી જણાય છે. તેણે કેટલાંક પત્રકારોને દેશદ્રોહી અને બે મોઢારી વાત કરવાવાળા અને થોડા રૂપિયામાં વેચાનારા ગણાવ્યા છે. આ સિવાય તેણે કોઈનુંય નામ લીધા વગર એક જર્નલિસ્ટ પર આરોપ પણ લગાવ્યો છે.